સત્તા સુધી પહોંચવા માટે આસામમાં ગઠબંધન રાજકારણ તીવ્ર બન્યું છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એનડીએ જાડાણમાં સીટ-વહેંચણી અંગે મોટી તસવીર સ્પષ્ટ કરી છે. તેમણે સંકેત આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ), આસોમ ગણ પરિષદ (એજીપી) અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) વચ્ચે સીટ-વહેંચણી કરાર ૧૦ માર્ચ સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
એજીપી અને ભાજપનું જૂનું જાડાણ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ ૧૦ માર્ચ સુધીમાં સીટો પર નિર્ણય લેશે. રસપ્રદ વાત એ છે કે, પાર્ટીના કાર્યકરોની સ્થાનિક આકાંક્ષાઓને સંતોષવા માટે કેટલીક બેઠકો પર બંને પક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ સ્પર્ધાઓ જાવા મળી શકે છે.
દરમિયાન, હગ્રામા મોહિલરીનો બીપીએફ, જે ગત ચૂંટણીમાં કોંગ્રેસ સાથે હતો, તે હવે દ્ગડ્ઢછમાં પાછો ફર્યો છે. બોડોલેન્ડ પ્રદેશ માટે ભાજપ અને બીપીએફ વચ્ચેનો સોદો લગભગ અંતિમ છે.
જ્યારે બોડોલેન્ડ પ્રદેશમાં તેના અન્ય ભાગીદાર પક્ષ યુપીપીએલ સાથે ભાજપની બેઠક વહેંચણીની ગોઠવણ અધૂરી રહી છે, ત્યારે આસામના મુખ્યમંત્રીએ અગાઉ દાવો કર્યો હતો કે યુપીપીએલ કોંગ્રેસ સાથે જાડાણ કરશે નહીં.
જાકે, બોડોલેન્ડ પ્રદેશમાં પ્રમોદ બોરોની આગેવાની હેઠળની યુપીપીએલ સાથે ભાજપની બેઠક વહેંચણીની ગોઠવણ હાલમાં અધૂરી છે. જાકે, મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે યુપીપીએલ કોઈપણ સંજાગોમાં કોંગ્રેસ સાથે જાડાણ કરશે નહીં.
જ્યારે ભાજપ પોતાનો આધાર વધારી રહી છે, ત્યારે કોંગ્રેસ અખિલ ગોગોઈના રાયજાર દળ સાથે જાડાણમાં ફસાઈ ગઈ છે. રાયજાર દળ અને કોંગ્રેસ, જે ૧૫ બેઠકોની માંગણી પર અડગ છે, વચ્ચેની વાટાઘાટો અત્યાર સુધી અનિર્ણિત રહી છે. જાકે, કોંગ્રેસે આસોમ રાષ્ટ્રીય પરિષદ (એજેપી) અને ડાબેરી પક્ષો સાથે જાડાણ લગભગ નક્કી કરી લીધું છે.
ચૂંટણી પંચે તાજેતરમાં આસામમાં તૈયારીઓની સમીક્ષા કરી હતી. સંકેતો છે કે એપ્રિલમાં ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્યના સૌથી મોટા તહેવાર, રંગલી બિહુ, જે એપ્રિલમાં આવે છે, તે પહેલાં ચૂંટણી પૂર્ણ કરવાની યોજના છે. મોટાભાગના પક્ષોએ ૧૨૬ બેઠકો માટે એક કે બે તબક્કામાં ચૂંટણી યોજવાની માંગ કરી છે.






































