બાબરા શહેરમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. આ કિસ્સામાં પોલીસે ચોરી થયેલો તમામ મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે. ફરિયાદી મેહુલકુમાર વિનુભાઈ કાવઠીયાના બંધ મકાનમાં ગત તા. ૨૨ થી ૨૩ દરમિયાન અજાણ્યા તસ્કરોએ ત્રાટકી કબાટમાંથી આશરે સાત તોલાનો સોનાનો હાર અને બે નંગ સોનાના પહોંચાની ચોરી કરી હતી. બાબરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ પોલીસે એક્શન મોડમાં આવી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગૌતમ રમેશભાઈ ડાભી (ઉં.વ. ૩૦, રહે. બાબરા) અને નિશાબેન હિતેશભાઈ નવાપરીયા (ઉં.વ. ૨૩, રહે. સુરત)ની ધરપકડ કરી હતી.








































