બાબરામાં ખોજા ખાનાશેરી વિસ્તારમાં નવચેતન મિત્ર મંડળ ગ્રૂપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દરરોજ સવારે, બપોરે અને સાંજે થાળ અને મહાઆરતીનું અને દરરોજ રાત્રે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયું હતું. મિત્ર મંડળ દ્વારા બટૂકભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના દર્શનનો લાભ લેવા દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવતા હતા.