બાબરા શહેરની ઉડાન લેડીઝ ક્લબ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ “વેલકમ નવરાત્રી” સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓમાં રહેલી સુષુપ્ત કલા અને પ્રતિભાને બહાર લાવવા તથા તેમને ઉત્સાહભેર પ્રોત્સાહિત કરવાના હેતુથી આ સ્પર્ધા યોજાઈ રહી છે. આ સ્પર્ધામાં કોઈપણ જાતિ કે ભેદભાવ વગર તમામ મહિલાઓ ભાગ લઈ શકશે.આ સ્પર્ધામાં “વેલ દાંડિયા” અને “વેલ ડ્રેસ” એમ બે રાઉન્ડ રાખવામાં આવ્યા છે, જેમાં વિજેતાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન નીતાબહેન સુચક કરશે, જ્યારે ભાગ લેવા ઇચ્છુક મહિલાઓ માટે નામ નોંધાવવાની વ્યવસ્થા પલ્સ ફોટોગ્રાફી, શિવાજી ચોક, બાબરા ખાતે રાખવામાં આવી છે. આ કાર્યક્રમના જજ તરીકે અમરેલીના જલસા ગરબા હાઉસના નિશાંત પારેખ, બ્રિજેશ દુહેરા અને પાર્થ પંચોલી સેવા આપશે. કાર્યક્રમમાં વધુ રોમાંચ ઉમેરવા માટે એન્કર તરીકે અમરેલીના ભૂમિ ચૌહાણ ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે પીઆઈ દેસાઈ, જય શંકરદાદા, ડો. મોહિત ચૌહાણ, ઉદયભાઈ સોની, બાબુભાઈ શેખવા સહિત શહેરના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે મુનાભાઈ મલકાણ, પુજારા ટેલિકોમ, અનંતા જ્વેલર્સ અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે.







































