બાબરાના વાંડળિયા ગામેથી પોલીસે ૭ શકુનીને ઝડપી પાડ્‌યા હતા. ખીમજીભાઇ સિદીભાઇ મેર, મુરાદખા મીરખા જલવાણી, ભોળાભાઇ ઝવેરભાઇ સોસા, યાસીનભાઇ નનુભાઇ જલવાણી, રસુલભાઇ જીવાભાઇ જલવાણી, વિનુભાઇ શંભુભાઇ સિતાપરા, કીરીટભાઇ મેરામભાઇ ધાધલ જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસાથી હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૩,૪૨૦ના મુદ્દામાલ સાથે  ઝડપાયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય.એચ. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.