બાબરાના ઉંટવડ ગામે અગાઉ થયેલા મનદુઃખ બાબતે ખેડૂતને તેના ખેતરના શેઢા પાસે આવીને તમે અમારી સાથે વારંવાર ઝઘડો કરો છો કહી ગાળો આપી હતી. બનાવ સંદર્ભે જીતેશભાઈ ઉર્ફે જીતુભાઈ નાનજીભાઈ ડાભી (ઉ.વ.૪૫)એ મનસુખભાઇ સવાભાઇ ડાભી, વિપુલભાઇ મનસુખભાઇ ડાભી, ભાવેશભાઇ મનસુખભાઇ ડાભી, અરવિંદભાઇ શંભુભાઇ ડાભી, જયાબેન મનસુખભાઇ ડાભી તથા કિંજલબેન વિપુલભાઇ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા સાહેદો પોતાની વાડીએ હાજર હતા અને ખેતીકામ કરતા હતા. આ દરમ્યાન આરોપીઓ તેમના શેઢા પાસે લાકડી લઇને આવ્યા હતા. અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખીને તેમને તથા સાહેદોને જેમફાવે તેમ ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી. થોડીવાર પછી ફરી તેમના ખેતરના શેઢા પાસે આવીને તેમને તથા સાહેદોને કહેલ કે તમે અમારી સાથે વારંવાર ઝઘડો કરો છો એમ કહીને ગાળો આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.