બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી અંતર્ગત બગસરાની કોર્ટમાં બગસરા-વડીયાના વકીલોએ શુક્રવારના રોજ મતદાન કર્યુ હતુ. સવારે ૧૦ઃ૩૦થી બપોરના રઃ૩૦ સુધી યોજાયેલા મતદાનમાં કુલ ૭૯ વકીલોમાંથી ૬પ વકીલોએ મતદાન કર્યુ હતુ. મતદાન બાદ મતપેટી અમદાવાદ મોકલવામાં આવશે અને ત્યાં મતગણતરી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના નવા હોદ્દેદારોના નામ જાહેર થશે. બગસરા ખાતે મતદાનમાં વકીલોએ અભુતપૂર્વ ઉત્સાહ દેખાડ્યો હતો.