બગસરા ટાઉનમાં રવિવારે સવારે અમરેલી જિલ્લા ટ્રાફિક શાખાના એ.પી.સી. પૃથ્વીરાજસિંહ પરમારે બેફીકરાઈથી વાહન ચલાવતા પ્રતાપભાઇ નાગજીભાઇ ચારોલીયા (રહે. સમઢીયાળા) ને ઝડપી પાડ્‌યો હતો. આરોપી પોતાની બોલેરો (GJ-01-DZ-9868) પુરઝડપે અને લોકોની જિંદગી જોખમાય તે રીતે ચલાવતા મળી આવતા બગસરા પોલીસે ગુન્હો નોંધી એ.એસ.આઈ. પી.ડી. કળસરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.