બગસરા શહેરમાં પરમિશન મળેલા ૧૨ ગણપતિજી ઉપરાંત ઘરોમાં સ્થાપિત ૪૦થી વધુ મૂર્તિઓનું શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા તરવૈયાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિસર્જન સમયે ભક્તોમાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા અને “અગલે વર્ષ તું જલ્દી આ” ના નાદ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.