હાલમાં ચાલી રહેલી ગુજરાત પોલીસની ભરતીમાં નાપાસ થતા એક યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો ગંભીર કિસ્સો હાલ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢના વધાવી ગામે પ્લોટ વિસ્તારમાં આ ૨૧ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે, ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, જૂનાગઢના વધાવી ગામે પ્લોટ વિસ્તારમાં રહેતી પૂનમ મારડિયા નામની આ ૨૧ વર્ષીય યુવતીએ આપઘાત કર્યો છે, તેણીએ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈને આ રીતે જીવન ટૂંકાવ્યું છે. જે ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ૨૧ વર્ષીય પૂનમ મારડિયાનું ઘરમાં જ ગળેફાંસો ખાઈ આ રીતે જીવન ટૂંકાવવા પાછળનું કારણ પોલીસ ભરતીમાં નાપાસ થઈ હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ચાલી રહેલી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ન્ડ્ઢઇ અને ઁજીંની ભરતીમાં તેણીએ પરીક્ષા આપી હતી. જાકે આ પરીક્ષામાં તે માત્ર ૧ કે ૨ માર્ક્સથી નાપાસ થતા તેણીએ આ રીતે અંતિમ પગલું ભરી મોતને વ્હાલું કર્યું છે.
મૃતક પૂનમ મારડિયાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, પૂનમ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી અને તે સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી. હાલમાં ચાલી રહેલી પોલીસ ભરતી માટે પણ તે છેલ્લા કેટલાય સમયથી તનતોડ મહેનત કરી રહી હતી. જાકે આટલી મહેનત બાદ પણ તે માત્ર ૧-૨ માર્ક્સથી પરીક્ષામાં નાપાસ થતા આ અંતિમ પગલું ભર્યું છે.
નોંધનીય છે કે, ૨૧ વર્ષીય આશાસ્પદ યુવતી પૂનમ મારડિયાએ આ રીતે જીવન ટૂંકાવ્યા બાદ તેના પરિવારજનો, સબંધીઓ તથા મિત્ર વર્તુળમાં ગમગીન માહોલ છવાયો છે, ત્યારે આ ગંભીર ઘટનાના સમાચાર સોશિયલ મીડિયામાં પણ વાયુ વેગે ફેલાતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે, ત્યારે સમગ્ર મામલે તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.







































