વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનના તિયાનજિનમાં દ્વિપક્ષીય મુલાકાત કરી. ખાસ વાત એ હતી કે પીએમ મોદી અને પુતિન એક જ કારમાં બેઠક સ્થળે પહોંચ્યા. બંને એક જ કારમાં બેઠેલા હોય તેવો ફોટો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. આ દરમિયાન, વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા ‘એકસ’ પર લખ્યું,  એસસીઓ સમિટ સ્થળ પર કાર્યવાહી પછી, રાષ્ટ્રપતિ પુતિન અને હું દ્વિપક્ષીય બેઠક સ્થળ માટે સાથે રવાના થયા. તેમની સાથેની વાતચીત હંમેશા જ્ઞાનવર્ધક હોય છે.’

બંને નેતાઓ વચ્ચેની આ વાતચીત રશિયન નેતા વડા પ્રધાન સાથે શિખર વાટાઘાટો માટે ભારત આવ્યા તેના થોડા મહિના પહેલા થઈ હતી. આ બેઠકમાં યુક્રેનમાં સંઘર્ષ અને ભારત-રશિયા સંબંધોને લગતા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. દ્વિપક્ષીય બેઠક દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, ‘હું તમને મળીને ખૂબ ખુશ છું.  વૈશ્વીક દક્ષિણ અને પૂર્વના દેશોને એક કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫ એ ‘ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી’ તરીકે ભારત-રશિયા સંબંધોના વિકાસની ૧૫મી વર્ષગાંઠ છે. આપણા બહુપક્ષીય સંબંધો છે. આજની બેઠક ભારત-રશિયા સંબંધોને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે. રશિયા અને ભારત ખૂબ સારા સંબંધો ધરાવે છે.’