પંજાબ પોલીસે અમૃતસરમાં ડ્રગ્સ અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરીને ડ્રગ તસ્કરોને મોટો ફટકો આપ્યો છે. પોલીસે ૪૨.૯૮૩ કિલો હેરોઈન, મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે અને બે લોકોની ધરપકડ કરી છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે એકસ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમૃતસર ગ્રામીણ પોલીસે ‘પિંડા દે પેહરેદાર’ (ગ્રામ્ય સંરક્ષણ સમિતિ -વીડીસી) ની મદદથી આ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. ૪૨.૯૮૩ કિલો હેરોઈન, ચાર હેન્ડ ગ્રેનેડ, એક સ્ટાર માર્ક પિસ્તોલ, ૪૬ જીવંત .૩૦ બોર કારતૂસ અને એક મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી હતી.
ડીજીપી ગૌરવ યાદવે લખ્યું, “અમૃતસર ગ્રામીણ પોલીસે ‘પિંડા દે પેહરેદાર’ ની મદદથી ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો.” અને ૪૨.૯૮૩ કિલો હેરોઈન, ૪ હેન્ડ ગ્રેનેડ, એક સ્ટાર માર્ક પિસ્તોલ, ૪૬ જીવંત .૩૦ બોર કારતૂસ અને એક મોટરસાઈકલ જપ્ત કરી. ત્યારબાદની તપાસમાં બે વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી, જે બંને અમૃતસરના રહેવાસી છે. ફરાર આરોપીઓની શોધ ચાલુ છે. આ વસ્તુઓ ક્યાંથી મળી તે નક્કી કરવા અને મોટા કાવતરાનો પર્દાફાશ કરવા માટે તપાસ ચાલી રહી છે.
પોલીસ કહે છે કે આ કાર્યવાહી ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી સામે ચાલી રહેલા કાર્યવાહીનો એક ભાગ છે. અગાઉ, ૨૫ જાન્યુઆરીના રોજ, સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન્સ સેલ ,એસએએસ નગર (મોહાલી) એ એક મોટા ક્રોસ બોર્ડર નાર્કો-ટેરર નેટવર્કમાં એક મુખ્ય કડીની ધરપકડ કરી હતી.એસએસઓસીએ આ કેસમાં સતનામ સિંહની ધરપકડ કરી હતી. ડીજીપી ગૌરવ યાદવે તે સમયે ઠ પર પોસ્ટ કરી હતી, “ગુપ્ત માહિતીના આધારે, સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન્સ સેલ,એસએએસ નગર, એ આંતરરાજ્ય અને સરહદ પારના નાર્કો-ટેરર મોડ્યુલની મુખ્ય નાણાકીય કડી પકડી છે.”
ડીજીપીએ તેમની પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, “આરોપી, સતનામ સિંહની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પાકિસ્તાન સ્થિત ડ્રગ ટ્રાફિકરના નિર્દેશ પર, હેરોઈનની દાણચોરીની રકમની લોન્ડરિંગ માટે તેના બેંક એકાઉન્ટ અને યુપીઆઇ ઓળખપત્રોનો ઉપયોગ કર્યો હતો, જેનો ઉપયોગ આતંકવાદને ભંડોળ પૂરું પાડવા માટે થતો હતો. આ નેટવર્ક મોટા પાયે હેરોઈન જપ્તી, ગેરકાયદેસર હથિયારોની દાણચોરી અને નવેમ્બર ૨૦૨૫ માં હરિયાણાના સિરસામાં ગ્રેનેડ હુમલા સાથે જાડાયેલું છે.” ડીજીપીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પંજાબ પોલીસ નાર્કો-ટેરર નેટવર્કના આર્થિક અને લોજિસિકલ મૂળને તોડી પાડવા માટે હુમલો કરી રહી છે.








































