એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘનના કેસમાં પૂછપરછ માટે પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને તેમના પુત્ર રણિંદર સિંહને સમન્સ પાઠવ્યા છે. પિતા-પુત્રની જાડી પર સ્વસ બેંક ખાતા સહિત કેટલીક વિદેશી સંપત્તિના લાભાર્થી હોવાનો આરોપ છે. ઈડી અધિકારીઓએ જણાવ્યું હતું કે ભાજપ નેતા અમરિંદર સિંહને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા ગુરુવારે જાલંધર સ્થિત તેમની ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તેમના પુત્રને શુક્રવારે સમન્સ પાઠવવામાં આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે અમરિંદર સિંહ ૧૨ ફેબ્રુઆરીએ હાજર રહ્યાં ન હતાં કારણ કે તેમને તાજેતરમાં મોહાલીની એક ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. ઈડી અમરિંદર સિંહને હાજર થવા અને તેમનું નિવેદન નોંધાવવા માટે નવી તારીખ આપી શકે છે.
ઈડીનું આ પગલું પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના સપ્ટેમ્બર ૨૦૨૫ના આદેશ સાથે સંબંધિત છે. ત્યારબાદ હાઈકોર્ટે અમરિંદર સિંહ અને તેમના પુત્ર દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી, જેમાં તેમણે ઈડીને આવકવેરા વિભાગ દ્વારા તેમની સામે દાખલ કરાયેલ ચાર્જશીટની તપાસ કરવાથી રોકવા વિનંતી કરી હતી. બંને પર સ્વસ બેંક ખાતા સહિત ચોક્કસ વિદેશી સંપત્તિના લાભાર્થી હોવાનો આરોપ છે. આ કેસ ૨૦૧૧ માં ફ્રાન્સ સરકાર પાસેથી ભારતને મળેલી વિશ્વસનીય માહિતી સાથે સંબંધિત છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અમરિંદર સિંહ પરિવાર ઓફશોર બિઝનેસ એન્ટટી દ્વારા જાળવવામાં અને નિયંત્રિત કરવામાં આવેલી વિદેશી સંપત્તિનો લાભાર્થી છે.
૨૦૧૬ માં, આવકવેરા વિભાગે લુધિયાણા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કલમ ૨૭૭ (ખોટા નિવેદનો આપવા અથવા ખોટા ખાતા/દસ્તાવેજા રજૂ કરવા બદલ કાર્યવાહી) અને ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ બંને સામે ફરિયાદ ફરિયાદ (ચાર્જશીટ) દાખલ કરી હતી.
ત્યારબાદ ઈડીએ ટેક્સ વિભાગ દ્વારા દાખલ કરાયેલા દસ્તાવેજાની તપાસ કરવા માટે મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી દાખલ કરી અને ફરિયાદી આઇટી વિભાગને તે દસ્તાવેજાની નકલ પ્રદાન કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરી, કારણ કે તે હ્લઈસ્છ હેઠળ કેસની તપાસ કરી રહી હતી. મેજિસ્ટ્રેટની કોર્ટે ઈડ્ઢ ની અરજી સ્વીકારી, પરંતુ ભૂતપૂર્વ મુખ્યમંત્રીના પરિવારે તેને લુધિયાણાના એડિશનલ ડિસ્ટ્રક્ટ જજ સમક્ષ પડકાર્યો. એડિશનલ ડિસ્ટ્રક્ટ કોર્ટે મેજિસ્ટ્રેટના આદેશને માન્ય રાખ્યો.










































