જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામમાં નેશનલ હાઈવેનું કામ પૂરું થયા પછી પણ સર્વિસ રોડ, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને સ્ટ્રીટલાઈટના અભાવે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ અંગે સામાજિક કાર્યકર કનુભાઈ વરુએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે, પરંતુ તંત્રની બેદરકારી યથાવત હોવાનો આક્રોશ વ્યક્ત
આભાર – નિહારીકા રવિયા કર્યો છે. કનુભાઈ વરુએ જણાવ્યું કે, નાગેશ્રી ગામ ક્યાંથી શરૂ થાય છે તે જાણ હોવા છતાં સર્વિસ રોડ અપાયો નથી, જેથી રાજુલા અને ઉના જવા માટે ગ્રામજનોને મુશ્કેલી પડે છે. મીઠાપુર અને નાગેશ્રી વચ્ચેના બ્રિજને કારણે પણ ગામલોકોને હાઈવે પર ચડવા માટે લાંબો ફેરો કરવો પડે છે. વધુમાં, હાઈવેના કામને કારણે દુધાળા ગામના ખેડૂતોના રસ્તાઓ બંધ થઈ ગયા છે. સર્વિસ રોડની ગટરોમાં પાણી ભરાયેલું રહે છે અને તેનો નિકાલ ન થતા ચોમાસામાં પસાર થવું જોખમી બને છે.