મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ દ્વારા સ્થાપિત થનારા યુએવી અને રોબોટ ઉત્પાદન પ્લાન્ટના શિલાન્યાસ સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે એસડીએએલ દ્વારા બનાવેલા રોબોટ્‌સ ભવિષ્યમાં ભારતની સરહદો પર તૈનાત સૈનિકોનું સ્થાન લઈ શકે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જેમ ચીન તેની સરહદો પર રોબોટ્‌સ તૈનાત કરી રહ્યું છે, તેવી જ રીતે ભારત પણ ટૂંક સમયમાં તેની સરહદો પર રોબોટિક સૈનિકો તૈનાત કરશે. આ રોબોટ્‌સનું ઉત્પાદન નાગપુરમાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટ નાગપુર સ્થિત  ખાનગી સંરક્ષણ કંપની જીડ્ઢછન્ દ્વારા મિહાન-સેઝ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર  સરકારની સંરક્ષણ અને એરોસ્પેસ નીતિ હેઠળ આ પહેલું મોટું રોકાણ છે. આશરે ૧૨,૦૦૦ કરોડના ખર્ચે બનેલ આ પ્લાન્ટ તેના કદને કારણે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કંપનીના પ્રમોટરોનો હેતુ એક વર્ષની અંદર યુનિટ-આઇ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂર્ણ કરવાનો અને ટૂંક સમયમાં રોબોટનો પ્રોટોટાઇપ વિકસાવવાનો છે. પોતાના બાળપણને યાદ કરતા, ફડણવીસે કહ્યું, “અમે દર રવિવારે ટીવી સિરિયલ ‘સ્ટાર વોર્સ (સ્ટાર ટ્રેક)’ જાતા હતા. તે સમયે જે કાલ્પનિક લાગતું હતું તે હવે વાસ્તવિકતા બની રહ્યું છે. આ એસડીએએલ પ્રોજેક્ટ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.” આજે, વેપારનો પણ હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, અને સપ્લાય ચેઇન વ્યૂહાત્મક શસ્ત્રી  બની ગઈ છે. મહારાષ્ટ્ર  સરકારે સંરક્ષણ અને એરોસ્પેસને મુખ્ય ક્ષેત્રો તરીકે ઓળખાવ્યા છે. આ કૃત્રિમ બુદ્ધિ , ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટરનો યુગ છે, અને આગામી ૧,૦૦૦ દિવસોમાં ઉત્પાદન ક્ષેત્રમાં મોટા પરિવર્તનની અપેક્ષા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સૈનિકો ચીન સરહદ અને સિયાચીન ગ્લેશિયર જેવા સ્થળોએ તૈનાત છે, જ્યાં તાપમાન માઈનસ ૪૦ ડિગ્રી સેલ્સિયસ  સુધી ઘટી શકે છે. અગાઉ, સૈનિકો ચીન બાજુ પણ તૈનાત હતા, પરંતુ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી, ભારતીય સૈનિકો ચીની સૈનિકોને બદલે રોબોટ્‌સનો સામનો કરી રહ્યા છે. ભારત ટૂંક સમયમાં તેની સરહદો પર આવા રોબોટ્‌સ તૈનાત કરશે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે યુદ્ધનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે. આ પ્રસંગે બોલતા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે નાગપુર ઝડપથી એક મુખ્ય સંરક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આજના સમયમાં તમામ દેશો માટે નવીનતમ ટેકનોલોજી પ્રાપ્ત કરવી જરૂરી બની ગઈ છે. ભારતનો ઉદ્દેશ્ય અન્ય કોઈ દેશ પર હુમલો કરવાનો નથી પરંતુ શાંતિ જાળવવા માટે પોતાને મજબૂત બનાવવાનો છે.