ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ, નવી દિલ્હી ખાતે ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘમાં ત્રણ દિવસીય ‘લીડરશિપ ડેવલપમેન્ટ’ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો તા.૦૮ના રોજ સમાપન સમારોહ યોજાયો, જેમાં ભાગ લેનાર તમામ સહભાગીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રશિક્ષણ વર્ગમાં અમરેલી જિલ્લાની ૫૨ વિવિધ સહકારી મંડળીઓના મંત્રીઓ, મેનેજરો, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને સદસ્યોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સહકારી ક્ષેત્રના આગેવાનોમાં નેતૃત્વ અને સંચાલન કૌશલ્યો વિકસાવવાનો હતો. મનીષ સંઘાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા સમાપન સમારોહમાં તમામ સહભાગીદારોને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.