રાજકોટ જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ તા.૩ના રોજ ધોરાજી ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમની થીમ એક પેડ મા કે નામ ૨.૦ રાખવામાં આવી હતી, જેનો હેતુ પર્યાવરણનું જતન અને
વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. કાર્યક્રમમાં કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્ય દંડક મકવાણાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનના પ્રથમ તબક્કામાં ૧૭ કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, અને હવે દ્વિતીય તબક્કામાં ૧૦ કરોડથી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક છે.