ધોરાજી વિસ્તારમાં બે દિવસમાં ભૂકંપના ૧૦થી વધુ ઝટકા અનુભવાતા નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. સંભવિત ખતરાને ધ્યાને લઈ પાલિકાએ જાહેર માર્ગો પર રેડિયો માઇક ફેરવી નાગરિકોને જૂની અને જર્જરિત ઇમારતોથી દૂર રહેવા ચેતવણી આપી છે. જોખમી મિલકત ધારકોને મકાનો જાતે તોડી પાડવા માટે સૂચના અને નોટિસ પાઠવવામાં આવી છે. જોકે, અગાઉ પણ નોટિસ અપાઈ હોવા છતાં અનેક બંધ અને જર્જરિત ઇમારતોની સ્થિતિ જૈસે થે રહેતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ભાડૂઆતનો કબજો દૂર કરવા મકાન માલિકો નોટિસનો સહારો લેતા હોવાની ચર્ચા પણ છે. મોટા અકસ્માતો નિવારવા નક્કર કાર્યવાહી જરૂરી છે.








































