પોરબંદર જેતપુર ટોલવેઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્થાનિક પોલીસ સાથે મળીને ધોરાજીની રોયલ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી પગલાં અને અકસ્માત નિવારણના મહત્વ વિશે શિક્ષિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ટોલ પ્લાઝા મેનેજર અમિત સિંહ, રોયલ સ્કૂલના સંચાલક રાજેશભાઈ પેથાણી, ધોરાજી સ્થાનિક પોલીસ અધિકારીગણ, વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના ટ્રાફિક સમસ્યા અને અકસ્માત નિવારવા માટેના સવાલોના જવાબો ઉપસ્થિત મહાનુભાવોએ આપ્યા હતા.