ધારીમાં એક પતિએ તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત સાસરિયાએ નાની વાતોમાં મેણાટોણા માર્યા હતા. તેમજ કરિયાવર લાવવા માંગણી કરી હતી. બનાવ અંગે રિદ્ધિબેન નરેન્દ્રભાઈ દેવમુરારી (ઉ.વ.૨૬)એ પતિ જયદેવભાઈ ઘનશ્યામભાઈ લશ્કરી, દીયર હિમાંશુભાઈ ઘનશ્યામભાઈ લશ્કરી તથા સાસુ નીતાબેન ઘનશ્યામભાઈ લશ્કરી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તેમને નાની નાની વાતોમાં તથા ઘરના કામ બાબતે મેણાટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપી મુંઢમાર મારતા હતા. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ વધુ કરિયાવર લાવવા માંગણી કરી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.