આઈટીઆઈ ધારી ખાતે બેરોજગાર યુવાઓને રોજગારની તક પૂરી પાડવાના હેતુથી ઈન્ડિયન ગેસ કંપની માટે પ્લેસમેન્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્લેસમેન્ટ મેળો તા. ૦૩.૦૨.૨૦૨૬ મંગળવારના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે આઈ.ટી.આઈ ધારી, હીમખીમડી, તુલશ્યામ રોડ, ધારી ખાતે યોજાશે. આ ભરતીમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, આઈટીઆઈના તમામ ટ્રેડ પાસઆઉટ, ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકશે. પસંદગી પામનાર ઉમેદવારોને કંપની દ્વારા રૂ. ૧૫,૦૦૦ થી રૂ. ૨૧,૦૦૦ સુધીનો અંદાજિત માસિક પગાર ચૂકવવામાં આવશે.પ્લેસમેન્ટ મેળામાં હાજરી આપવા ઈચ્છુક ઉમેદવારોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે હાજર રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. બેરોજગાર યુવાઓ આ તકનો લાભ લે તેમ. અનુરોધ કરવામાં આવ્યો છે.








































