ધારી તાલુકાના વીરપુર ગામે સામાન્ય બાબતે એક યુવકને આંતરીને માર મારવામાં આવ્યો હોવાની અને ત્યારબાદ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી.મળતી માહિતી મુજબ, વીરપુર ગામે રહેતો ઉમેશભાઇ હસમુખભાઇ દાફડા (ઉ.વ.૨૧)એ તેમના જ ગામના લાલભાઇ ચંપુભાઇ વાળા તથા અનિરૂધ્ધભાઇ ચંપુભાઇ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ સાંજના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ભાઈ માટે માવો લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં બે શખ્સોએ તેને ઉભો રાખ્યો હતો. કોઈ પણ કારણ વગર ગાલ પર ચાર-પાંચ ઝાપટો મારી હતી, તેમજ પ્ત ભાગે પાટું મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓએ ઉદ્ધતાઈપૂર્વક કહ્યું હતું કે, ‘તારાથી થાય તે કરી લેજે અને તારે જ્યાં જવું હોય ત્યાં જજે.’યુવકે ઘરે જઈને આ બાબતે વાત કરતા, તેના કૌટુંબિક સભ્યો અને સાક્ષીઓ આરોપીઓને સમજાવવા માટે ગયા હતા. જોકે, આરોપીઓ સમજવાને બદલે એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તેમજ સાહેદોને બેફામ ગાળો આપવા લાગ્યા હતા. આરોપીઓએ તારે જ્યાં જવું હોય ત્યાં જાવ, તમારું કંઈ નહીં થાય. અહીંથી જતા રહો નહીંતર જાનથી મારી નાખીશું તેમ પણ કહ્યું હતું. જે મુજબ તેઓ સાંજના આઠેક વાગ્યે પોતાના ઘરે ઓફિસે આરામ કરતા હતા. આરોપી રસ્તામાં જેમફાવે તેમ મોટર સાયકઇલ ચલાવી નીકળતા તેમણે આરોપીને સમજાવતા સારું નહોતું લાગ્યું અને જેમફાવે તેમ ગાળો આપી મૂઢ માર મારી જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી.









































