ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની એક ઘટના સામે આવી હતી. જેમાં એક શખ્સે ફરિયાદીની બોલેરો ગાડી ભાડે રાખ્યા બાદ પાંચ મહિનાનું ભાડું તેમજ ગાડી પરત ન કરી કુલ રૂ. ૫.૧૦ લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે વનરાજભાઇ હકુભાઇ ગીગૈયા (ઉ.વ.૩૨)એ ખોલવડમાં રહેતા હાર્દીવભાઇ રમણીકભાઇ કણસાગરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપીએ તેમને વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ ફરિયાદીની બોલેરો માસિક રૂ. ૨૫,૦૦૦ ના ભાડેથી રાખવાનું નક્કી કર્યું હતું. આરોપીએ ગાડી લઈ ગયા બાદ સતત પાંચ મહિના સુધી ભાડું ચૂકવ્યું ન હતું. પાંચ મહિનાનું બાકી ભાડું રૂ. ૧,૨૫,૦૦૦ અને ગાડીની કિંમત રૂ. ૩,૮૫,૦૦૦ મળી આરોપીએ કુલ રૂ. ૫,૧૦,૦૦૦ની છેતરપિંડી કરી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ એચ વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.






































