ધાતરવડી-૧ સિંચાઈ યોજનામાંથી પાણી આપવાની ખેડૂતોની માંગણી સંદર્ભે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈએ સિંચાઈ વિભાગના અધિકારીઓને તાત્કાલિક પાણી છોડવા જણાવ્યું હતું.
તેમણે કરેલી રજૂઆતને પગલે, આજે તા.૩/૧/૨૦૨૬ ના રોજ ખેડૂતો રમેશભાઈ વી. વસોયા, હકુમામા, મગનભાઈ કાકલોતર,યા માજી સરપંચ બીસુભાઈ, કાનાભાઈ વાણિયા તેમજ અધિકારીઓ જાનીભાઈ અને બાલુભાઈની હાજરીમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું. જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.










































