નવી દિલ્હી સ્થિત PHDCCI મુખ્યાલય ખાતે ભારત–શ્રીલંકા સહકાર સંવાદનું આયોજન ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ અવસરે PHDCCIના CEOડા. રંજીત મહેતા, ઉન્નતિ કોઓપરેટિવના જ્યોતિ સ્વરૂપ, PHDCCI કોઓપરેટિવ કમિટીના તરુણ ભાર્ગવ તથા રૂપેશ કુમાર સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ડા. રંજીત મહેતાએ પણ દિલીપભાઈ સંઘાણીનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. સંવાદ દરમિયાન ભારત અને શ્રીલંકાના સહકાર આંદોલનને નવી ઊંચાઈઓ પર લઈ જવા, ખેડૂતો અને સમુદાયોના હિત માટે સંયુક્ત પ્રયત્નો કરવા અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંઘાણીએ ભારતીય સહકાર આંદોલનની સિદ્ધિઓ અને કાર્યપદ્ધતિ વિશે ડા. શાંતા જયરત્નેને વિસ્તૃત માહિતી આપી હતી. આ સંવાદ બંને દેશો વચ્ચે સહકાર, ખેડૂત હિત અને પ્રાદેશિક સહયોગને વધુ મજબૂત બનાવવાની સંયુક્ત પ્રતિબદ્ધતાનું પ્રતીક બની રહ્યો છે. આ કાર્યક્રમમાં નેશનલ શુગર ફેડરેશન (NFCSF)ના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ નાયકનાવારે, PHDCCIના ડેપ્યુટી જનરલ સેક્રેટરી ડા. જતીંદર સિંહ, ઉન્નતિ કોઓપરેટિવના જ્યોતિ સ્વરૂપ, CEOનાં ડેપ્યુટી CEO સાવિત્રી સિંહ, PHDCCI કોઓપરેટિવ કમિટીના તરુણ ભાર્ગવ, રૂપેશ કુમાર, સંજય અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.







































