દામનગર પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચરી તેના ફોટા-વીડિયો વાયરલ
કરવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે દામનગરમાં રહેતા મલીન્દર ઉર્ફે મલી કરણસિંહ રાજપૂત સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
તેમજ આ અંગેના ફોટા તથા વીડિયો વાયરલ કરવાની અને સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના પી આઈ એન. જી. જાડેજા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.