થરાદમાં નર્મદા કેનાલમાંથી એક જ દિવસમાં ત્રણ લાશ મળતા ચકચારપાણી પીવા માટે સારામાં સારી સગવડ પૂરી પાડવામાં આવે અને લોકો તેનો સૌથી વધુમાં વધુ દૂરુપયોગ કરે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો તે નર્મદા કેનાલ છે. નર્મદા કેનાલ રાજ્યમાં લોકોની પીવાના પાણીની જરૂરિયાત તો બુઝાવે છે, પરંતુ આત્મહત્યા કરનારા માટે તો તે જાણે સુસાઇડ પોઇન્ટ બનીને આવી છે. થરાદમાં નર્મદા કેનાલનો ઉપયોગ સુસાઇડ પોઇન્ટ તરીકે થવા લાગ્યો છે.
થરાદ પાલિકાના અગ્નિશામક દળના વિભાગે થરાદ બાજુની નર્મદા કેનાલમાંથી એક જ દિવસમાં ત્રણ લાશ કાઢતા હાહાકાર મચી ગયો છે. નર્મદા કેનાલ ફક્ત કેનાલ ન રહેતા સુસાઇડ પોઇન્ટ બની ગઈ છે. થરાદ ખાતેની નર્મદા કેનાલમાં ૧૩ દિવસમા ૧૩ લોકો મોતની છલાંગ લગાવી ચૂક્યા છે. સતત આત્મહત્યાની ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. આ કેનાલ લોકોને પીવાનું પાણી પૂરુ પાડવા અને ખેડૂતોને ખેતી માટે પૂરું પાડવા માટે છે, કંઈ આત્મહત્યા કરનારા માટે નહીં.
કમસમકેમ કેનાલ પર બોર્ડ મૂકી દેવા જાઈએ, આત્મહત્યા કરવી હોય તો બીજા જાવ. મરવું હોય તો તેના માટે અનેક વિકલ્પો છે, પરંતુ પોતે મરતા જાવ પણ કોઈનું પીવાનું પાણી તો બગાડો નહીં. બધાને તકલીફ હોય છે, માનવી જન્મથી લઈને મૃત્યુનો સામનો કરે ત્યાં સુધી તકલીફો રહેવાની છે. હવે તકલીફો સામે હારી જઈને કોઈને આત્મહત્યા કરવી હોય તો ભલે કરે, પણ કમસેકમ બીજાનો તો વિચાર કરે.
નર્મદા કેનાલ બનાવવામાં આવી ત્યારે લોકોની તકલીફો દૂર કરવાના આશયથી બનાવવામાં આવી છે. આ રીતે આત્મહત્યા કરીને લોકોને આપવામાં આવતું પીવાનું પાણી આત્મહત્યા કરનારાઓ શું કામ બગાડતા હશે. વાસ્તવમાં તો આત્મહત્યા કરવી જ ન જાઈએ, તે વિચાર જ ખોટો છે. જીવનમાં અંધકાર પછી સવાર ચોક્કસ હોય છે તેવું ન સમજનારા નાની-નાની વાતમાં લાગી જઈને આત્મહત્યા કરનારા લોકો મૃત્યુ પામવાની સાથે-સાથે બીજાના જીવન પર પણ વિપરીત અસર છોડી જાય છે, જે પાણી જીવન આપે છે તે જ પાણીમાં કૂદી જઈને લોકો મૃત્યુને વહોરે છે. તેમના આ કૃત્યના કારણે બદનામ નર્મદા કેનાલ થાય છે. નર્મદા કેનાલમાં કૂદીને લોકો આત્મહત્યા કરી રહ્યા છે તે જાઈને એમ જ લાગે છે કે નર્મદામાં કૂદીને આત્મહત્યા કરનારાની નોંધ રાખવા માટે અલગ વિભાગ શરૂ કરવો પડશે.