બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ સામે એફઆઇઆર નોંધાઈ છે. દરભંગાના સિંહવાડા પોલીસ સ્ટેશનમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને રાષ્ટ્રિય જનતા દળ સાંસદ સંજય યાદવ સહિત મહાગઠબંધનના ૪ નેતાઓ સામે એફઆઇઆર નોંધાઈ છે.માઈ બહિન માન યોજનાનું ફોર્મ ભરવાના નામે મહિલાઓ પાસેથી ૨૦૦ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ગુડિયા દેવી નામની એક મહિલાએ આ તમામ નેતાઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે આ વાતની પુષ્ટિ કરી છે. ગુડિયા દેવી નામની એક મહિલાએ ફોર્મ પર સહી લેવાનો અને ૨૫૦૦ રૂપિયા મેળવવાના નામે આધાર કાર્ડ, મોબાઇલ નંબર અને ૨૦૦ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે.બિહારમાં ઘણી જગ્યાએ, મહાગઠબંધનની માઈ બહિન યોજનાનું ફોર્મ ભરવાના નામે ૨૦૦ રૂપિયા લેવામાં આવી રહ્યા છે. કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે માઈ બહિન માન યોજના બિહારમાં મહિલાઓના સશÂક્તકરણ અને નાણાકીય સહાય માટે પ્રસ્તાવિત કલ્યાણકારી યોજના છે. આ યોજના મુખ્યત્વે રાષ્ટ્રિય જનતા દળના નેતા તેજસ્વી યાદવે બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ પહેલા જાહેર કરી છે. તેનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમને નાણાકીય સહાય આપીને  સામાજિક ભાગીદારી વધારવાનો છે.