દાહોદ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ સતત સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે ગઈકાલે રવિવારે ચૈતર વસાવાએ દાહોદમાં બીજી સભા સંબોધી હતી.જિલ્લાના કતવારા ગામે આપની ગુજરાત જાડો જનસભા યોજાઈ હતી. જેમાં ચૈતર વસાવા અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ બ્રીજરાજસિંહ સોલંકી ઉપસ્થિરત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી અને ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના અસંખ્ય આગેવાનો અને કાર્યકરોએ આપનો ખેસ ધારણ કર્યો હતો.ચૈતર વસાવાએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપનો દરેક નેતા ચોર છે, દરેક યોજનામાં હજારો કરોડના ભ્રષ્ટાચાર આચર્યા છે. ત્યારે આદિવાસી સમાજના પ્રશ્નોને લઈ અમે લડત લડીશું. ભાજપ વાળાઓનો જીવ સત્તાની ખુરશીમાં છે અને અમે ખુરશી છીનવી લઈશું. મને અનેક પ્રકારે હેરાન પરેશાન કરી દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ છેલ્લી ઘડી સુધી અમે લડીશું.ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણી માટે વડાપ્રધાન મોદી ડેડિયાપાડા આવી રહ્યા છે, ત્યારે લોકોને ગેરમાર્ગે દોરવા માટે અફવા ફેલાવી છે કે ચૈતર વસાવા નરેન્દ્ર મોદીના હસ્તે ભાજપમાં જાડાવવાના છે, એટલે લોકો જાવા માટે આવે અને એમની સભામા સંખ્યા થાય તે માટે અફવા ફેલાવી હોવાનો પણ ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો હતો. વસાવાએ એમ પણ કહ્યું કે, મને ભાજપમાં જાડવા માટે અનેક નેતાઓ દબાણ કરી રહ્યા છે, પરંતુ તેઓ મને ભાજપમાં જાડવાનો ટાર્ગેટ રાખતા હોય તો મારો પણ ટાર્ગેટ છે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા ભાજપના એક લાખ કાર્યકરોને આપમા જાડીશ.ખેડૂતોને પાક નુકસાની માટે સરકારે જાહેર કરેલા રાહત પેકેજ મામલે ચૈતર વસાવા એ કહ્યું કે, આ ખેડૂતોની નુકસાની સામે વળતરના નામે લોલીપોપ છે, અમારી માંગણી છે કે, દરેક ખેડૂતને ૫૦ હજાર પ્રતિ હેક્ટર વળતર ચૂકવવામાં આવે અને જે ખેડૂતોએ ભાગિયા તરીકે ખેતી કરી હતી, તેમને પણ વળતર આપવામાં આવે. ચૈતર વસાવાએ સરકાર સમક્ષ માંગ કરી કે, જે પશુઓને નુકસાન થયું છે, મકાનોને નુકસાન થયું છે, તેમા પણ વળતર મળે અને પાક વીમા યોજના ચાલુ થાય તેમજ ખેડૂતોએ ધિરાણ લીધું છે તેમની લોન માફી થાય. જા સરકાર આ માંગણી પુરી નહીં કરે તો આ મામલે અમે આંદોલન કરી માંગણી કરીશું તેવું પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું.ભાજપમાં જાડાવવાની વાતને રદિયો આપતા ચૈતર વસાવાએ કહ્યું કે, આ બધી અફવાઓ ભાજપના જ લોકો ફેલાવે છે, અમે ક્્યારેય ભાજપમાં જાડાવવાના નથી, લોકોના પ્રશ્નો માટે લોકોના હિત માટે લડતા આવ્યા છે અને લડતા રહીશું. આમ આદમી પાર્ટીમાં જ રહીને કાર્યકરો અને હોદ્દેદારોને દિશા સૂચનનું કાર્ય કરતા રહીશું.






































