કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ટ્રેકટર પાછળ ફિટ કરેલ પાણીનો ટાંકો છુટીને પાછળ આવતી બે બાઈક સાથે અથડાયો હતો. ડોળાસા ગામે હાઈવે પરથી પસાર થતી વખતે આ પાણીનો ટાંકો ટ્રેકટરના હુકમાંથી નીકળીને પસાર થતી બે બાઈકને અથડાયો હતો જેમાં કુલ પાંચ લોકોને ઈજા થઈ હતી. જેમાંથી એકની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ ટ્રેકટર ઉનાના કાજરડી ગામના ગોપાલભાઈ મકવાણાનું હતું. અકસ્માતમાં કોડીનાર તાલુકાના આલીદર ગામના મુળજીભાઈ રાણાભાઈ પરમાર અને તેમના પત્ની તેમજ પારસ રમેશભાઈ અને અન્ય બાઈક પર સુત્રાપાડા ગામના અમીરભાઈ મહમદભાઈ લાલાણી અને દિલશાનબેન બાબુભાઈ સાયાણી આ પાંચ લોકોને ઈજા પહોંચી છે. જેમાંથી વિજયાબેન મુળજીભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. કોડીનાર પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.