આટલું કહીને જ્યોતિ દામલના રૂમમાંથી ઝડપથી બહાર નીકળી, ઓસરીમાં થઇ રસોડા તરફ ચાલવા લાગી એ રસોડામાં ગઇ નહીં… પણ વચ્ચે આવતા હિંડોળા પર તે બેસી ગઇ. હિંડોળા પર બેઠેલી જયોતિનો ચહેરો અત્યારે લાલ લાલ ટમેટા જેવો દેખાઇ રહ્યો હતો. લાગતું હતું કે તેના શરીરનું બધું જ લોહી અત્યારે એક સામટું તેના ચહેરા પર ધસી આવ્યું ન હોય…!
બરાબર આ સમયે બા… શાકભાજી લઇને ડેલીમાં દાખલ થયાં. તેમની નજર હિંડોળા પર બેઠેલી જ્યોતિ પર સ્થિર થઈ અને નજીક આવતાં જ બા ચમક્યાં કારણ કે એ શાકભાજી લેવા માટે બહાર ગયાં ત્યારે જ્યોતિનો ચહેરો થોડો નર્વસ અને સામાન્ય દેખાયો હતો અને પાંચ – પંદર મિનિટ પછી જાયું તો જ્યોતિનો ચહેરો ગુલાબની જેમ ખીલી ઉઠ્યો હતો. થોડીવારમાં આટલો બધો ફેરફાર….!
તો પણ બા…. તો ભાવવિભોર બની ગયાં. મનોમન તેઓ ઇશ્વરને પ્રાર્થના પણ કરવા લાગ્યાં કે:“ આવી પરી જેવી, ભણેલી – ગણેલી ને બધી વાતે પૂરી એવી આ નાજુક નમણી ફૂલ જેવી છોકરી મારા દામાને પસંદ કરી લે તો કેવું સારૂં ! હેં મારા લાલા… તું કંઇક કરજે…”
મનોમન ઇશ્વરને પ્રાર્થના કરતા જ્યોતિની સાવ નજીક આવતા બા બોલ્યા: “બેટા…, આજે તો તું ખૂબ ખુશ દેખાઇ રહી છે. તારો ચહેરો પણ જાને કેવો રતુંમડો થઇ ગયો છે. મને લાગે છે કે, સાંજના તું તારા ગામ જવાની છો એની જ આ ખુશી હશે…”
વાસણની સફાઇનું કામ બા કરી રહ્યાં હતાં. એ કામ પૂરૂં થયું ત્યાં સુધી જ્યોતિ તો એમને એમ ખુરશી પર બેસી રહી. આજે, અત્યારે એ સાચે જ બેચેન હતી. ત્યાં તો બાએ તેના હાથ ધોયા ને લૂંછતાં લૂંછતાં જ્યોતિ સામે નજર કરી બોલ્યા : “ હવે બધું જ કામ પૂરૂં થઇ ગયું છે. આજે તને મજા નથી. ચાલ, હવે ઊભી થા… તારા રૂમમાં જઇ આરામ કર…”
ડાયરી પકડી ખુરશીમાંથી જ્યોતિ ઊભી થઇ. બા અને જ્યોતિ બંને રસોડામાંથી બહાર નીકળ્યા. બા… હીંડોળા તરફ ચાલ્યા અને જ્યોતિ તેના રૂમ તરફ ચાલી રૂમમાં દાખલ થતાવેંત જ્યોતિએ પ્રથમ તો રૂમના બારણાને અંદરથી બંધ કર્યું. બાથરૂમમાં જઇ જરા ફ્રેશ થઇ પહેરેલાં કપડાં કાઢી તેણે નાઇટ ગાઉન પહેરી લીધો. આ ગાઉન સફેદ રંગનો અને અર્ધપારદર્શક હોવાથી અત્યારે જ્યોતિ સાચે જ પરી જેવી દેખાતી હતી.
પછી પલંગ પર લાંબી થતાની સાથે જ તેણે દામલની ડાયરી સામે ઘણીવાર સુધી જાયા કર્યું ને, એકાએક જ તેના હોઠ પર સ્મિત ફરક્યું એ સાથે, એમ જ ડાયરીને તેણે અધવચ્ચેથી ખોલી તેની નજર મથાળા પર લખાયેલા સુંદર અક્ષરો પર સ્થિર થઇ ચોંટી ગઇ:
પ્રિય પ્રાણેશ્વરી…!
જયારે તને પ્રથમવાર મેં જોઇ ત્યારે એ ક્ષણે મારા આખા શરીરમાં કંઇક વિચિત્ર પ્રકારનું, ન વર્ણવી શકાય તેવું અદમ્ય આકર્ષણ પેદા થયું હતું. પરંતુ એ અજાણી અને યુવાન એવી રૂપાળી છોકરીને મારા દિલની વાત કેમ કરવી ? હું ચૂપ રહ્યો, મૂંગો રહ્યો ને બસ તને માત્ર જાતો જ રહ્યો, જાતો જ રહ્યો.
અહાહા…શું તારૂં સૌંદર્ય….!
કોઇ યુવાનને જે છોકરી પ્રથમ નજરે એકદમ ગમી જાય તે છોકરી તેના માટે તો સુંદર…, અતિસુંદર જ હોય છે.
“હા બા…, તમે એમ જ માનો, સાચે જ હું ખૂબ ખુશ છું…”
ત્યારે આ તરફ રૂમની અંદર હજી પણ હતપ્રભ થયેલો અને થોડો થોડો ધ્રૂજતો રહેલો દામલ, બા અને જ્યોતિ વચ્ચે થઇ રહેલી વાતચીત સાંભળી રહ્યો હતો. અત્યારે તેના આખા શરીરમાં આનંદની મીઠી મીઠી વેદના દોડ દોડ કરી રહી હતી. જ્યોતિ દ્વારા આવા અણધાર્યા પગલાંથી તે આમ તો ખરેખર ગભરાઇ ગયો હતો.
જાકે જ્યોતિની આ પહેલ દામલને અતિ પ્રિયકર લાગી હતી. કહેવાય છે કે પ્રેમના એકરારની શારીરિક પ્રક્રિયા હંમેશાં પુરૂષ જ પ્રથમ આરંભે છે એને નિયમ ગણો તો નિયમ. ત્યારે… આવું કામ, આવી પહેલ પોતે તો કયારેય કરી શકવા શક્તિમાન ન હતો. તેનું કારણ પણ પોતે ખૂબ શરમાળ પ્રકૃતિનો હતો. એટલે જ્યોતિએ જ પહેલ કરી તે દામલને ખૂબ ખૂબ ગમ્યું. કારણ કે હવે પછી કોઇ એવી તક કે મોકો મળે તો જયોતિને સ્પર્શ કરવામાં ક્ષોભ નડશે નહીં એમ દામલ વિચારતો હતો. હવે તો જ્યોતિના કોઇપણ અંગને સ્પર્શ કરવાની પરવાનગી લેવી પડશે નહીં.
સારૂં થયું…. એમ મનમાં મનમાં ગણગણીને તે થોડો સ્વસ્થ થઇ રૂમમાંથી બહાર નીકળ્યો બહાર નીકળી તેણે હિંડોળા પર અછડતી નજર કરી જાયું તો જ્યોતિ હીંચકતી હતી, ખુશ હતી પરંતુ દામલે તરત જ ત્યાંથી નજર હટાવી લીધી કોણ જાણે તેના મનમાં કોઇ છૂપો ડર ઘર કરી ગયો હતો. હવે તો જ્યોતિ સામે આંખ મેળવીને જાઇ શકવા તે લાચાર બની ગયો હતો.
ત્યાં તો… બા નો અવાજ સંભળાયો: “ જ્યોતિ – દામા, રસોડા અંદર આવી જાવ. નાસ્તો તો કયારનો તૈયાર કરી મેં રાખી મૂક્યો છે…”
હીંચકા પરથી ઊભી થતાં થતાં જ્યોતિએ તેની ડોક પાછળ ફેરવી જાયું તો હજી પણ દામલ તો સૂનમૂન થોડે દૂર ઊભો હતો અને તેની નજર જમીન પર નીચે ઢળેલી હતી.
જ્યોતિ તો ચાલીને રસોડામાં દાખલ થઇ ગઇ એક ખુરશી પર બેઠી. બેસતાંની સાથે જ તેણે બાને કહ્યું: “બા આજે સાંજના મારા માટે તમે રસોઇ બનાવતાં નહીં…”
“કેમ…?” બાએ તરત જ પૂછયું.
“શાળાએથી થોડી વહેલી આવીને તરત જ મારે બસ પકડવાની છે..”
“હા, એ તો હું સાવ ભૂલી ગઇ હતી. તારે ઘરે જવાનું છે તે તો મને યાદ પણ ન રહ્યું. પરંતુ….” બા બોલતા અટક્યા.
“સાંજના પાંચ વાગે સીધી બસ છે. એ મળી જાય તો હું લગભગ નવ વાગે વિસાવદર પહોંચી જઉં ”
“સારૂં બેટા, ઘર એ ઘર ! ઘરનો આનંદ જ સ્વર્ગ જેવો હોય છે ને તું તો છોકરીની જાત ! ઘરે જવાની હોંશમાં તું કેવી દેખાવડી દેખાઈ રહી છે. તારો ચહેરો જ ચમકી રહ્યો છે સારૂં…, હવે અત્યારે તારે પેટ ભરીને ઠીકાઠીકનો નાસ્તો કરવો પડશે, બરાબર !” બા આવું બોલ્યા ત્યાં આ સમયે જ દામો રસોડામાં દાખલ થયો.
રસોડામાં દાખલ થઇ તે જ્યોતિની સામે રહેલી ખુરશીમાં ગોઠવાયો તે કશું બોલ્યો નહીં, જરા ઊંચી નજર કરી જ્યોતિ સામે જોયું પણ નહીં. લાગતું હતું કે હજી તેનો ગભરાટ સાવ શમ્યો ન હતો.
(ક્રમશઃ)