કોડીનાર તાલુકાના ડોળાસા ગામના કારડીયા રાજપુત સમાજનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. કમલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં ૧૩ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા. આ પ્રસંગે શાસ્ત્ર્ર રોહિતભાઈ જાની અને રાહુલભાઈ જાની દ્વારા લગ્નની સર્વ વિધિ કરવામાં આવી હતી અને ગામના તેમજ તમામ જ્ઞાતિ અને સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓએ હાજર રહી પ્રસંગને દીપાવ્યો હતો.