એક પાકિસ્તાની નાગરિકે યુએસ કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આસિફ મર્ચન્ટ નામના ૪૭ વર્ષીય વ્યકિત પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જા બિડેનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. કોર્ટમાં આપેલા પોતાના નિવેદનમાં, આસિફે કહ્યું કે ઈરાની જાસૂસોએ તેમને આ કરવા માટે દબાણ કર્યું. તેમણે રડતા રડતા કહ્યું, “મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મેં આ મજબૂરીમાં કર્યું.” મર્ચન્ટે બુધવારે બ્રુકલિનમાં ફેડરલ કોર્ટમાં જ્યુરી સમક્ષ પોતાની વાર્તા કહી. આતંકવાદ અને હત્યાના કાવતરાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી છે.
આસિફે કહ્યું, “મારી પાસે બીજા કોઈ વિકલ્પ નહોતો. મારો પરિવાર ખતરામાં હતો.” અગાઉ એક બેંકમાં કામ કરતા આસિફ મર્ચન્ટે કોર્ટને જણાવ્યું કે એપ્રિલ ૨૦૨૪ માં, એક ઈરાની હેન્ડલરએ તેમને યુએસ આવવા કહ્યું. હેન્ડલરે કહ્યું, “કદાચ કોઈને મારી નાખવું પડશે.” શરૂઆતમાં, તેમણે નામ આપ્યા નહીં, પરંતુ બાદમાં ત્રણ નામ આપ્યાઃ ડોનાલ્ડ ટ્રમ્પ, જા બિડેન અને નિક્કી હેલી. તે સમયે, ટ્રમ્પ અને બિડેન ૨૦૨૪ ની ચૂંટણી માટે ટોચના ઉમેદવારો હતા. આસિફે સમજાવ્યું કે તે પહેલાથી જ ઈરાનને મદદ કરી રહ્યો હતો અને તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોને ટાળવા માટે પૈસાની લોન્ડરિંગ કરી રહ્યો હતો.
આસિફ મર્ચન્ટનો હેન્ડલર મેહરદાદ યુસેફ હતો, જે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનો સભ્ય હતો. તેણે કહ્યું, “યુસેફે મારા પરિવાર પર દબાણ કર્યું. મારી પત્ની અને પુત્રી ઈરાનમાં રહે છે. એક દિવસ, તે મારા ઘરે આવ્યો અને મને હથિયારથી ધમકી આપી. મારો પરિવાર ખતરામાં હતો, તેથી મારે આ કરવું પડ્યું.” જૂન ૨૦૨૪ માં ક્વીન્સના એક મોટેલમાં થયેલી આ મીટિંગનો એક વીડિયો કોર્ટમાં બતાવવામાં આવ્યો હતો. તેમાં, આસિફે ગુપ્ત હ્લમ્ૈં એજન્ટોને પૂછ્યું, “આ લક્ષ્ય છે. તે કેવી રીતે મરી જશે?” પરંતુ આસિફે કોર્ટમાં દાવો કર્યો કે તે જાણતો હતો કે કાવતરું ક્્યારેય સફળ થશે નહીં.
આસિફે કહ્યું, “મને ખબર હતી કે હું પકડાઈ જઈશ. હું સફળ થવા માંગતો ન હતો.” મેં આ સ્વેચ્છાએ કર્યું ન હતું.” તેણે એજન્ટોને ૫,૦૦૦ ચૂકવ્યા હતા. મર્ચન્ટે કહ્યું, “આટલી નાની રકમ માટે કોઈ કોઈની હત્યા નહીં કરે. આ સાબિત કરે છે કે યોજના વાસ્તવિક નહોતી. હું પકડાઈ જવા માટે પહેલેથી જ તૈયાર હતો. હું યુએસ સરકારને બધું કહેવાનો હતો. હું ગ્રીન કાર્ડ માટે અરજી કરવા માંગતો હતો. હું સરકારને કહેવાનો હતો.” આસિફની ઓગસ્ટ ૨૦૨૪ માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે નિર્દોષ હોવાનું કબૂલ કરી રહ્યો છે. જા દોષિત ઠેરવવામાં આવે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે.










































