જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડા. વી.પી. ચોવટીયાએ તા. ૩૦/૦૧/૨૦૨૬ના રોજ અમરેલી સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રાકૃતિક નિદર્શન એકમ તેમજ પ્રાકૃતિક ખેતી માટેના પંચસ્તરીય મોડેલનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ મુલાકાતમાં કુલપતિ સાથે વિસ્તરણ શિક્ષણ નિયામક ડા. એન. બી. જાદવ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડા. એચ. સી. છોડવડીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી જે. કે. કાનાણી, એ.આર.એસ. અમરેલીના સંશોધન વૈજ્ઞાનિક ડા. વી.એન. ગોહિલ તેમજ તરઘડીયા, નાનાકાધાસર અને અમરેલી કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ તબક્કે કુલપતિએ ખેડૂતોને ઉપયોગી સલાહ આપતા જણાવ્યું હતું કે, ચણાની નવીન જાત ‘જીજી-૮’ ની કાપણી ખેડૂતો હવે મિકેનિકલ કંબાઈન્ડ હાર્વેસ્ટર વડે પણ કરાવી શકશે.









































