જૂનાગઢમાં દુબળી પ્લોટમાં રહેતા અને મજુરી કામ કરતા એક આધેડનું એક શખ્સે તાંત્રિકવિધિ કરવાના આશયથી અપહરણ કરાયું હતું. આ સાથે તેને નશાકારક વસ્તુ સુંઘાડી બેભાન કરીને એક અવાવરું જગ્યાએ ગોંધી રાખ્યો અને દોરડા વડે બાંધીને અર્ધ નગ્ન હાલતમાં ગુપ્તાંગમાં ડામ આપીને માર મારીને માથાના વાળ ખેંચી લીધા હતા. ઘટના પોલીસ દફતરે નોધાતા પોલીસે ગુનો નોધીને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે.
જૂનાગઢમાં દુબળી પ્લોટમાં રહેતા આધેડ ઘરે હતા, ત્યારે વાણંદ સોસાયટીમાં રહેતો સાગર મનુભાઈ ચૌહાણ નામનો શખ્સ તેના ઘરે બપોરે બાઈક લઈને આવ્યો અને મારા બાપાની વિધિ છે, તેમ કહીને બાઈકમાં બેસાડીને લઈ ગયો હતો, તેના ઘરે જવાને બદલે આધેડને તે શખ્સ દુબળી પ્લોટમાં આવેલા આરોગ્ય કેન્દ્રની પાછળના અવાવરું જગ્યાએ લઈ ગયેલ અને છરી બતાવી મારી નાખવાની ધમકી આપીને નશાકારક વસ્તુ સુંઘાડીને બેભાન કરી દીધો હતો. બીજા દિવસે ૧૪ તારીખના રોજ સવારે ૭ વાગ્યે આધેડ ભાનમાં આવ્યો ત્યારે પોતાની જાતને અર્ધ નગ્ન હાલતમાં ઠાઠડીમાં દોરડા વડે બાંધેલી હાલતમાં જાયો અને શરીરમાં વાંસામાં અને હાથમાં ઈજા થયેલાના નિશાન અને ગુપ્તાંગમાં ડામ દીધા હોય તેવા નિશાન જાવા મળ્યા હતા અને માથાના અમુક વાળ ખેંચી લીધાનું ધ્યાને આવ્યું હતું, બાજુમાં કાળા કલરનું કપડું અને ફૂલહાર અને કંકુ જાવા મળ્યા હતા.
સ્વસ્થ થઈને આધેડ પોતાના ઘરે આવ્યો અને સંક્રાતના દિવસે તે હોસ્પિટલમાં દાખલ થયો હતો. જે અંગે તેણે એ ડિવીઝન પોલીસમાં સાગર ચૌહાણ સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધીને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે. ઘટનાના પગલે પોલીસ તુરંત જ એક્શનમાં આવી હતી અને તપાસ શરૂ કરી છે ગણતરીની કલાકોમાં જ સાગર ચૌહાણ નામના શખ્સને પોલીસે ઝડપીને તેની પૂછપરછ શરૂ કરી છે.
આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું કે, પકડાયેલ સાગર ચૌહાણ ટપોરી ટાઈપનો ઇસમ છે અને તેની સામે ભૂતકાળમાં મારામારી, પ્રોહીબીશન, દંગલ મચાવવાના ગુનાઓ નોધાયેલા છે. ગુનેગારો સામે નિયંત્રણ લાવવા માટે આગામી સમયમાં પોલીસ દ્વારા સાગર ચૌહાણ સામે તડીપાર અને પાસાની દરખાસ્ત કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે જે રીતે ફરીયાદી સાથે સાગર ચૌહાણે કૃત્ય કર્યું છે, તે જાતા અને મળી આવેલ ઠાઠડી સહિતની ચીજ-વસ્તુઓને ધ્યાને લેતા કોઈ તાંત્રિકવિધિ માટે આવું કર્યું હોવાનું માનવું છે, પરંતુ ક્યાં હેતુથી કરવામાં આવ્યું તે ચોક્કસ કારણ સામે નથી આવ્યું. પરંતુ પોલીસ હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.