વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે દેશની જનતાને મોટી રાહત આપતો એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (ય્જી્‌) માંથી ૧૨% થી ૨૮%ના સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. હવેથી ફક્ત ૫% થી ૧૮%ના દર જ લાગુ રહેશે, જે આવતી ૨૨મી સપ્ટેમ્બરથી અમલમાં આવશે.કેન્દ્ર સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને વધાવતા અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને અભિનંદન પાઠવ્યા હતા.આ નિર્ણયથી ઉદ્યોગ જગત, વેપાર ક્ષેત્ર, નાના કારખાનેદારો અને સર્વિસ સેક્ટર સહિત સામાન્ય જનતાને મોટો ફાયદો થશે. શિક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પેન્સિલ, રબર, શાર્પનર, નોટબુક અને અભ્યાસના અન્ય સાધનો પરથી જીએસટી હટાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત,પર્સનલ હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પરનો જીએસટી પણ રદ કરવામાં આવ્યો છે.ખેડૂતોને રાહત આપવા માટે ટ્રેક્ટર અને ખેતીના અન્ય સાધનો પરના ટેક્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.વળી,રોજબરોજની ઘરવપરાશની ચીજવસ્તુઓ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્‌સ, મોબાઈલ,ઓટોમોબાઈલ, સાયકલ, મોટરસાયકલ અને કાર જેવી વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થશે. અતુલ કાનાણીએ જણાવ્યું કે આ નિર્ણયથી દિવાળી પહેલાં જ બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળશે.