ક્રાંકચ મુકામે પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના કાકાના અવસાન બાદ બેસણું રાખેલ હતું જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ વેપારી ભાઈઓ તેમજ આજુબાજુના ખેડૂતો અને આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં પ્રતાપભાઈ દુધાત અને તેમના પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા હતા. જેમાં નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, પૂર્વ કૃષિ મંત્રી ધીરુભાઈ દૂધવાળા, પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ, પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, વગેરે આગેવાનો શ્રધાંજલિ પાઠવવા ક્રાંકચ ખાતે આવ્યા હતા.