અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળેથી કુલ ૯ શકુનીને ઝડપી પાડ્યા હતા. જ્યારે ૪ ફરાર થઈ ગયા હતા. પોલીસ બંને સ્થળેથી મળીને કુલ ૩૯,૧૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લીલીયા મતિરાળા ગામના માર્ગે આવેલી શાંતિભાઇ બાબુભાઇ ભાલાળાની વાડીના ગાડા માર્ગે જાહેર રસ્તામાંથી અરવિંદભાઇ પરશોત્તમભાઇ ગજેરા, શાંતિભાઇ ભીખાભાઇ ધામત, પ્રફુલભાઇ વલ્લભભાઇ રાછડીયા, રાજુભાઇ નાનજીભાઇ બોદર, કિશોરભાઇ નાથાભાઇ ભાલાળા, શાંતિભાઇ બાબુભાઇ ભાલાળા તથા કનુભાઇ અરજણભાઇ શિંગાળા જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસાનો તીનપત્તીનો હાર જીતનો જુગાર રમી રમતા રેઇડ દરમ્યાન રોકડા રૂ.૩૭,૨૭૦ સાથે પોલીસે ઝડપ્યા હતા. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગૌતમભાઈ વલકુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે. નિંગાળા-૧ ગામેથી કાનાભાઈ લાલજીભાઈ સોલંકી તથા કુરજીભાઈ લાલજીભાઈ સોલંકી સ્મશાન પાસે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતાં રોકડા ૧૮૮૦ સાથે ઝડપાયા હતા. જ્યારે વિરજીભાઇ નાગજીભાઇ સોલંકી, મહેશભાઇ શીવાભાઇ સોલંકી, કેશવભાઇ ઉર્ફે કેશુ શીયાળ, લાલાભાઇ ઉર્ફે લાલો શીયાળ અને લાલાભાઇ ખોડાભાઇ જોળીયા ફરાર થઈ ગયા હતા. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી. ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.