બાબરા તાલુકાના જામ બરવાળા ગામના પૂર્વ સરપંચ અને જિલ્લા ભાજપ જિલ્લા કિસાન મોરચાના પૂર્વ પ્રમુખ સ્વ. પ્રેમજીભાઈ ભીખાભાઈ નાકરાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે નાકરાણી પરિવાર દ્વારા તા.૨૨-૭-૨૦૨૫ ને મંગળવારના રોજ જામ બરવાળા ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે મહારક્તદાન કેમ્પ તેમજ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં નામાંકિત ડોક્ટર સેવા આપશે. આ કેમ્પમાં બાબરા શહેર અને તાલુકાની જનતાને લાભ લેવા બેચરભાઈ પ્રેમજીભાઈ નાકરાણી, જગદીશભાઈ પ્રેમજીભાઈ નાકરાણી, સરપંચ જામ બરવાળા અને પરિવારજનોએ જાહેર આમંત્રણ આપ્યું છે. આ કેમ્પમાં સહયોગ અને સેવાઓ શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રૂપ બાબરા, યુવા પટેલ સોશ્યલ ગ્રૂપ બાબરા, નિલકંઠ યુવક મંડળ બાબરા, ભગતસિંહ યુવા સમિતિ બાબરા, વેલનાથ પ્રગતિ મંડળ બાબરા, શ્રવણ યુવક મંડળ બાબરા, માંધાતા ગ્રૂપ કરીયાણા, ઠાકોર શેના મામાદેવ મંડળ ગ્રૂપ કરીયાણા, ખોડિયાર મંડળ કરીયાણા, સત્સંગ મંડળ કરીયાણા સેવા આપશે. આ કેમ્પમાં સાધુસંતો તેમજ રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.