જાફરાબાદના દરિયા કિનારે અતિ રમણીય અને સુંદર વરૂડી માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં વઢેરા ગામ સમસ્ત તેમજ વાઘેલા પરિવાર દ્વારા માતાજીના મંદિરે જતા રસ્તા ઉપર ગેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વઢેરા ગામના આગેવાનો, સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ એસએમસીનાં કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા
હતા.