જાફરાબાદમાં બલાણા અમૃત તાલીમની બાજુમાં રહેતી એક યુવતીએ પોતાની મેળે છરી વડે
હાથની નસ કાપી નાંખતા મોત થયું હતું. બનાવના પગલે ચકચાર મચી ગઈ હતી. આ અંગે કુંવરબેન ભીખાભાઈ બારૈયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, દક્ષાબેન ભીખાભાઈ બારૈયા (ઉ.વ.૨૨)એ પોતાની મેળે બકાલુ કાપવાની છરી પોતાના ડાબા હાથના કાંડા ઉપર મારી હાથની નસો કાપી નાંખતા મરણ પામી હતી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એમ. રાધનપરા વધુ તપાસ કરી રહ્યા છે.