સુરક્ષા દળોએ આતંકવાદ પર મોટો હુમલો કર્યો. જમ્મુ અને કાશ્મીરના ૧૩ જિલ્લામાં ૧૮૦ થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા બાદ ૫૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાશ્મીરમાં ૧૪ સ્થળોએ સંયુક્ત ઘેરાબંધી અને શોધ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીનો હેતુ આતંકવાદને લોજિÂસ્ટક્સ અને નાણાકીય સહાય પૂરી પાડતા સ્થાનિક નેટવર્કને તોડી પાડવાનો છે. આ કામગીરી ઓજીડબ્લ્યુ,યુએપીએ અને પીએસએના આરોપીઓ, સમર્થકો અને માર્યા ગયેલા અને સક્રિય આતંકવાદીઓના સંબંધીઓ પર કેન્દ્રિત હતી. આ વ્યક્તિઓ પાકિસ્તાન અને પીઓકેમાં રહેતા જમ્મુ અને કાશ્મીર નેશનલ્સ ઓપરેટિંગ ફ્રોમ પાકિસ્તાનના સહયોગી હોવાનું પણ કહેવાય છે.ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં ૫૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી ૨૦ ઓજીડબ્લ્યુ છે. દરોડા દરમિયાન,પીઓકે અને પાકિસ્તાનમાં રહેતા કાશ્મીરી મૂળના લોકોની ૨૫ મિલકતોની તપાસ કરવામાં આવી હતી. આ ૨૫ સ્થળોએથી, કાયદાની નિવારક જાગવાઈઓ હેઠળ ૧૯ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જિલ્લામાં ૭૩ સિમ કાર્ડ વિક્રેતાઓની તપાસ કરવામાં આવી હતી. સોપોરમાં ૩૦ થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. કુલગામ, કુપવાડાના હંદવાડા અને શોપિયામાં પણ અનેક ઘરોની તપાસ કરવામાં આવી હતી અને અનેક વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. ગંદરબલમાં ૩૦ સ્થળોએ વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ડિજિટલ ઉપકરણો અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રામબન, કિશ્તવાડ, ડોડા, કઠુઆ, રાજારી અને રિયાસી જિલ્લામાં વ્યાપક શોધ અને ઘેરાબંધી કામગીરી હાથ ધરવામાં આવી હતી. શનિવારે ડોડા જિલ્લામાં પણ અનેક શંકાસ્પદોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ કિશ્તવાડમાં ૩૬ આતંકવાદી સંબંધીઓ અને શંકાસ્પદ સહાયકોના ઠેકાણાઓ, રામબનમાં નવ, ડોડામાં ૨૫, રાજારીમાં પાંચ અને કઠુઆમાં ૨૦ થી વધુ આતંકવાદીઓના છુપાયેલા સ્થળોની તપાસ કરી હતી.

આતંકવાદી સહાનુભૂતિ ધરાવતા લોકો સામે કડક વલણ અપનાવતા, જમ્મુ અને કાશ્મીર પોલીસે કઠુઆ જિલ્લામાં તૈનાત બે સ્પેશિયલ પોલીસ અધિકારીઓને સેવામાંથી બરતરફ કર્યા છે. બંને આતંકવાદીઓ સાથે સંબંધ રાખવા અને તેમની પ્રવૃત્તિઓને ટેકો આપવાના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. બરતરફ કરાયેલા એસપીઓ અબ્દુલ લતીફ અને મોહમ્મદ અબ્બાસ છે. તપાસમાં જાણવા મળ્યું કે તેઓ આતંકવાદીઓના સંપર્કમાં હતા અને તેમને મદદ પૂરી પાડતા હતા.