સંઘ શતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે ચિત્તલ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે ચિત્તલ મંડલના ૧૩ ગામોના પ્રબુદ્ધ નાગરિકોની એક બેઠક ગત શનિવારે સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાઇ હતી, જેમાં દરકે ગામ અને સર્વે જ્ઞાતિમાંથી ૧૦૦ જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ‘શ્રી મહાદેવ સેના હિન્દુ સંમેલન સમિતિ’ની રચના કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ તરીકે જયસુખભાઇ મનુભાઇ દેસાઇની વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં ૧૫ માર્ચ, રવિવારના રોજ ચિત્તલ મંડલના ૧૩ ગામોનું વિરાટ હિન્દુ સંમેલન સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજવાનું નક્કી કર્યું હતું, જેનું નામ ‘શ્રી મહાદેવ સેના વિરાટ હિન્દુ સંમેલન’ રાખવામાં આવ્યું છે.





































