ચલાલામાં એક મહિલાને બીજી મહિલાએ સુરાપુરા દાદાના નિવેદ બાબતે બોલાચાલી કરી ગાળો બોલીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે પ્રિયંકાબેન જયેશભાઈ મકવાણા (ઉ.વ.૨૯)એ નીતાબેન નીતિનચંદ્ર મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેમની સાથે સુરાપુરા દાદાના નિવેદ બાબતે બોલાચાલી કરી ગાળો આપી હતી. તેમજ જાહેરમાં બિભત્સ વર્તન કરી માથાકૂટ કરી હતી. ઉપરાંત સાહેદોને પણ ગાળો આપી, ખોટા કેસમાં ફસાવી દેવાની, પગ ભાંગવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવીભાઈ ખોડાભાઈ બગડા વધુ તપાસ કરી રહ્યા છે.