ધારી તાલુકાના ચલાલામાં આવેલ શ્યામ વાડી ખાતે ‘ગુજરાત ક્ષત્રિય કડિયા જ્ઞાતિ’ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોની પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચલાલા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધી જયરાજભાઇ વાળા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ભવ્ય મહારતી અને ત્યારબાદ ધર્મસભાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચલાલા, અમરેલી અને ધારી પંથકના સામાજિક આગેવાનોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.









































