ચીન એક સમયે તેની એક બાળક નીતિ અંગે ખૂબ કડક હતું. પરંતુ હવે તે આ અભિગમ બદલી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, દેશમાં મહિલાઓને વધુ બાળકો પેદા કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.
જ્યારે ૧૯૭૯ ની એક બાળક નીતિનો હેતુ વસ્તી વૃદ્ધિને રોકવાનો હતો, ત્યારે હવે દેશમાં મહિલાઓ પર વધુ બાળકો પેદા કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આનું કારણ એ છે કે દેશની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો જાવા મળ્યો છે.
જાન્યુઆરીમાં જાહેર કરાયેલા સત્તાવાર ડેટા પર નજર નાખો. ૨૦૨૫ માં, ૭.૯૨ મિલિયન બાળકોનો જન્મ થયો, જે ૨૦૨૪ માં ૯.૫૪ મિલિયન હતો તેનાથી ૧.૬૨ મિલિયન (લગભગ ૧૭ ટકા) ઓછો છે. જન્મ દર ૧૦૦૦ લોકો દીઠ ૫.૬૩ થયો, જે એક રેકોર્ડ નીચો છે. ૧૯૪૯ માં ચીનમાં આધુનિક વસ્તી ગણતરી શરૂ થઈ ત્યારથી આ સૌથી નીચો સ્તર છે.
અહેવાલ શું કહે છે?
અહેવાલમાં જણાવાયું છે કે ચીન હજુ પણ બાળજન્મને વ્યકિતગત  સ્વતંત્રતાની બાબત તરીકે નહીં પરંતુ આર્થિક આયોજનના સાધન તરીકે જુએ છે.તેમાં જણાવાયું છે કે, “વિકાસ, આવક વધારવા અને દેશ પર દબાણ ઘટાડવા” ના ધ્યેય સાથે, એક બાળક નીતિએ ઘણી શાસ્ત્રી ઓને તેમની ઇચ્છાઓથી વંચિત રાખી હતી.ઘણી †ીઓને ગર્ભપાત કરાવવાની ફરજ પાડવામાં આવી હતી, નસબંધી કરવામાં આવી હતી અને શારીરિક અને માનસિક શોષણનો ભોગ બનવું પડ્યું હતું.સરકારે લોકોને લોકશાહી માધ્યમો દ્વારા નહીં, પણ બળજબરી દ્વારા તેના આદેશોનું પાલન કરવા દબાણ કર્યું હતું.અહેવાલમાં પુત્રોની પસંદગીનો પણ ઉલ્લેખ છે. એવું નોંધાયું છે કે પુત્રની ઇચ્છાએ દેશના લિંગ ગુણોત્તરને પણ અસર કરી છે.
ચીને ૨૦૧૬ માં એક બાળકની નીતિનો અંત લાવ્યો અને બે બાળકોની નીતિ અપનાવી. પાછળથી, જ્યારે જન્મ દર ઘટતો રહ્યો, ત્યારે તેને ત્રણ બાળકોની નીતિ સુધી લંબાવવામાં આવ્યો.
અહેવાલમાં જણાવાયું છે કે, “ચીનની નીતિમાં ફેરફારનો ભ્રમ એક ઊંડી સમસ્યાને ઉજાગર કરે છેઃ વ્યકિતગત  ઇચ્છાને પ્રોત્સાહન આપવાને બદલે, સરકારે આર્થિક મજબૂરીને કારણે તેની નીતિ લાદવાનું શરૂ કર્યું છે.”
જ્યારે સરકાર જન્મ દર વધારવાની સલાહ આપી રહી છે, ત્યારે ઘણા યુગલો વધતી જતી ફુગાવા, કારકિર્દીની જવાબદારીઓ અને કાર્યસ્થળમાં લિંગ-આધારિત ભેદભાવને કારણે જાખમ લેવા માટે અનિચ્છા ધરાવે છે.
નોંધનીય છે કે, લિંગ ગુણોત્તરને કારણે, ચીનમાં બાળકો પેદા કરતી મહિલાઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે (વૃદ્ધાવસ્થાને કારણે). “સરકાર હવે મહિલાઓને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી હોવા છતાં, મહિલાઓ હજુ પણ નીતિ મર્યાદાઓમાં ફસાયેલી છે,” અહેવાલમાં જણાવાયું છે.