કોડીનાર બાર એસોસિએશન ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની બદલીના વિરોધમાં કામગીરીથી દૂર રહ્યું હતું. કોડીનાર બાર એસોસિએશનના પ્રમુખ પ્રતાપસિંહ વી. ચાવડાએ જણાવ્યું કે આ બદલી આંતરિક રાજકારણ અનેજૂથવાદના કારણે કરવામાં આવી છે. કોડીનાર બાર એસોસિએશને આ બદલીથી ન્યાયતંત્રની ગરિમાને આંચ આવે છે તેવો સર્વાનુમતે ઠરાવ કર્યો છે. તેઓએ બદલીનો આદેશ પાછો ખેંચવા માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના ઠરાવને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. ૭૦થી વધારે વકીલો કામગીરીથી દૂર રહ્યા હતા.