ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પહેલા જ રાજકીય વાતાવરણ ગરમાયું છે. સવર્ણ સમાજના વિવિધ વર્ગો ઈઉજી રાજકીય અનામતની માગણીને તેજ કરી રહ્યા છે. આ મુદ્દે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ એક સાથે જાવા મળ્યા છે.
આ બેઠકમાં ઉપÂસ્થત રહેલા સમાજના અગ્રણીઓએ માગ કરી કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૧૦ ટકા ઈઉજી અનામત તાત્કાલિક અમલમાં મુકાય. આગેવાનોનું કહેવું છે કે, જ્યારે શિક્ષણ અને નોકરીમાં ઇડબ્લ્યુએસ અનામત છે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેમ નહીં?
આ માગણીનું કારણ છે કે સવર્ણ સમાજને આર્થિક રીતે નબળા વર્ગ તરીકે માન્યતા મળી છે, પરંતુ રાજકીય અનામતના અભાવે તેઓને પ્રતિનિધિત્વ મળતું નથી. ચૂંટણી પહેલા આ મુદ્દો તેજ થતાં રાજકીય પાર્ટીઓ પર દબાણ વધ્યું છે. જા અનામત અમલી ન બને તો સમાજ આંદોલનના માર્ગે જઈ શકે છે.
ચૂંટણી નજીક છે, અને આવા સમયમાં સવર્ણ સમાજની આ માંગ રાજ્યના રાજકારણમાં નવી ચર્ચા જગાવી રહી છે. હવે જાવું રહ્યું કે સરકાર સવર્ણ સમાજની આ માંગ પર શું વલણ અપનાવે છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ઇડબ્લ્યુએસ રાજકીય અનામતનો મુદ્દો ગરમાયો છે ત્યારે સરકાર શું નિર્ણય લે છે, તે ઉપર સૌની નજર છે.








































