ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઇ વાજાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ડ એટેક આવતા તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તેમને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, પ્રદ્યુમન વાજા સાંજ સુધી મુખ્યમંત્રી સાથે નિર્ધારિત જાહેર કાર્યક્રમમાં વ્યસ્ત હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમને અચાનક તબિયત લથડતા તેઓ સ્વૈચ્છક રીતે અમદાવાદની યુ.એન. મહેતા હોÂસ્પટલ ખાતે રૂટિન ચેકઅપ માટે પહોંચ્યા હતા. તબીબો દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક ટેસ્ટ અને તપાસમાં હૃદયની નળીઓમાં બ્લોકેજ હોવાનું માલુમ પડ્યું હતું.રિપોર્ટમાં બ્લોકેજ જણાતા તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.
તબીબો દ્વારા ચેકઅપ કરવામાં આવાતા તેમના હૃદયમાં બ્લોકેજ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારબાદ તાત્કાલિક તેમની એÂન્જયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમને બ્લોકેજને કારણે એક સ્ટેન્ટ મુકવુ પડ્યું છે. હોસ્પિટલ ના સૂત્રો અને મળતી માહિતી અનુસાર, સર્જરી બાદ તેમની તબિયત સારી અને સ્થિર હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. હાલ તેઓ તબીબોની દેખરેખ હેઠળ છે. શિક્ષણ મંત્રીની તબિયત હાલ સુધારા પર છે.









































