ગીર સોમનાથ જિલ્લાના સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી સમિતિ અને કોસ્ટલ સિક્યોરિટીની બેઠક યોજાઈ. માર્ગ સલામતી બેઠકમાં વાહનચાલકોની સુરક્ષા અંગે સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને દિશાનિર્દેશ આપવામાં આવ્યા. કોસ્ટલ સિક્યોરિટીની બેઠકમાં એસ.ઓ.જીના વાઘેલાએ દરિયાકાંઠાની સુરક્ષા અંગે માહિતી આપી. ફીશ લેન્ડીંગ પોઈન્ટ, પોર્ટ, એસપીએમ, ટાપુઓ અને વાઈટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા તેમજ મરીન પોલીસ સ્ટેશનની કામગીરી પર ચર્ચા થઈ. મરીન સલામતીમાં માછીમારોના સહકારની જરૂરિયાત પર ભાર મૂકાયો. બેઠકમાં પ્રાંત અધિકારી કે.આર. પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરિચા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દુદખિયા સહિત વિવિધ વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.